VIDEO: જામ ખંભાળિયામાં DAP ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઇન, ખાતરની અછત-અવ્યવસ્થાને કારણે ખેડૂતો થયા પરેશાન
સોર્સ : gstv
જામ ખંભાળિયામાં ખેતીની સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતોને ખાતર મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વોદય સરકારી મંડળી ખાતે DAP ખાતર લેવા સવારથી જ લાંબી લાઇનો લાગી હતી અને આકરી ગરમીમાં કલાકો સુધી રાહ જોવી પડી હતી. અન્ય ખાતરની સરખામણીએ DAPના ભાવ ઓછા હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર સાથે ફરજિયાત નેનો બોટલ આપવામાં આવતી હોવાથી વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાતરની અછત અને અવ્યવસ્થાને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.

