VIDEO: દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી મળ્યો 1230 ગ્રામ ચરસનો જથ્થો, કિંમત આશરે 61.50 લાખ રૂપિયા
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર બિનવારસુ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર ખાતે પેટ્રોલિંગ કરી રહેલી SOG ટીમને દરિયાકિનારેથી બિનવારસુ હાલતમાં 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 61.50 લાખ રૂપિયા અંકાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે, જેને પગલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટી પર સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

