VIDEO: દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું ‘હાજી અલી’ નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું ‘હાજી અલી’ નામનું માલવાહક જહાજ ઓમાનના લિમાહ નજીકના દરિયામાં ડૂબી ગયુ હતું. વહેલી સવારે જહાજ પર ડ્રોન અથવા મિસાઈલ હુમલાની આશંકા વચ્ચે વિસ્ફોટ થયો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ લાગી હતી. જહાજમાં સવાર એક ટંડેલ સહિત તમામ 14 ખલાસીઓએ લાઈફબોટ મારફતે જીવ બચાવ્યો હતો. ઓમાન કોસ્ટગાર્ડે તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને ડીબા બંદર ખાતે ખસેડ્યા છે. આદમ ભાયાએ જણાવ્યું કે કોઈ ખલાસીને ગંભીર ઈજા પહોંચી નથી. ઓમાન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાની સુરક્ષા મુદ્દે ચિંતા વધી છે.

