Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Three youths from Porbandar injured in car-bike collision near Okhamdi toll plaza on Dwarka-Jamnagar highway

VIDEO: દ્વારકા જામનગર હાઇવે પર ઓખામઢી ટોલ પ્લાઝા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરના ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દ્વારકા-જામનગર હાઇવે પર ઓખામઢી ટોલ પ્લાઝા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. પોરબંદરના ત્રણ યુવકો દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી બે યુવકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ઓખામઢી ટોલ પ્લાઝાના મેનેજર પબુભા કાજરા સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ માટે દોડી જઈ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે ખંભાળિયા રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News