Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Cabinet review meeting on water and fodder situation in Kutch, Jamnagar and Dwarka districts

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે કેબિનેટની સમીક્ષા બેઠક

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછા વરસાદની સ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ માહિતી આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર નાગરિકો અને પશુધનની મુશ્કેલીઓ નિવારવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ત્રણેય જિલ્લાઓમાં પીવાના પાણીની અછત ન સર્જાય અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ રહે તે માટે તંત્રને આગોતરા આયોજન કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. કલેક્ટરોને ઘાસચારા વિતરણ માટે વિશેષ સત્તાઓ સોંપાઈ છે જેથી જરૂરિયાત મુજબ તાત્કાલિક સહાય પહોંચાડી શકાય.

App Store