Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Railway gift on Janmashtami: Special to run between Gandhinagar Capital and Dwarka

VIDEO: જન્માષ્ટમી પર રેલવેની ભેટ: ગાંધીનગર કેપિટલથી દ્વારકા વચ્ચે દોડશે સ્પેશિયલ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જન્માષ્ટમીના પાવન અવસર પર રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન આગામી ૩, ૪ અને ૫ સપ્ટેમ્બરના રોજ બંને દિશામાં કુલ ૬ ફેરા કરશે. અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન ગાંધીનગરથી રાત્રે ૮ વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે ૫ વાગ્યે 50 મિનિટ દ્વારકા પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે દ્વારકાથી સવારે 6 કલાક 50 મિનિટે ઉપડી સાંજે 5 વાગ્યે ગાંધીનગર પરત આવશે. મુસાફરોની સગવડ માટે આ ટ્રેન ચાંદલોડિયા, આંબલી રોડ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ખંભાળિયા અને ભાટિયા સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે. આ ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના અનારક્ષિત રહેશે જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી મુસાફરી કરી શકે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsahmedabad