Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Want bumper growth in business? Bring these 5 items to home or office before Janmashtami

વ્યવસાયમાં બમ્પર ગ્રોથ જોઈએ છે? જન્માષ્ટમી પહેલા ઘરે કે ઓફિસમાં લાવો આ 5 વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વ્યવસાયમાં બમ્પર ગ્રોથ જોઈએ છે? જન્માષ્ટમી પહેલા ઘરે કે ઓફિસમાં લાવો આ 5 વસ્તુઓ
સોર્સ : gstv

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami)ના પર્વને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય કેટલીક વસ્તુઓને શુભ સમયે ઘરમાં, દુકાનમાં અથવા ઓફિસમાં સ્થાપિત કરવાથી સકારાત્મક ઊર્જા (Positive Energy) વધે છે. જો તમારો વ્યવસાય લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યો હોય અથવા સતત નુકસાન થઈ રહ્યું હોય, તો વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)માં જણાવેલા આ ઉપાયો અજમાવી શકાય છે.

App Store

1. વાંસળી

ભગવાન કૃષ્ણની વાંસળી (Flute)ને શુભ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમી પહેલાં લાકડાની અથવા ચાંદીની વાંસળી લાવીને ઘરના પૂજા સ્થાન અથવા દુકાન-ઓફિસની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો)માં રાખવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે તે વ્યવસાયિક અવરોધો દૂર કરવામાં મદદરૂપ થાય છે.

2. કામધેનુ ગાયની પ્રતિમા

કામધેનુ ગાય (Kamdhenu Cow)ને સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, વાછરડાને દૂધ પીવડાવતી કામધેનુની નાની પિત્તળ અથવા ચાંદીની પ્રતિમા ઓફિસ કે દુકાનના ઉત્તર અથવા પૂર્વ ભાગમાં રાખી શકાય છે. માન્યતા મુજબ તે નાણાકીય સ્થિરતા અને આવક માટે શુભ છે.

3. મોરનું પીંછું

ભગવાન કૃષ્ણ સાથે મોરનું પીંછું (Peacock Feather) વિશેષ રીતે જોડાયેલું છે. નકારાત્મક ઊર્જાથી બચવા માટે તેને કેશ કાઉન્ટર, કેશ બોક્સ અથવા યોગ્ય દિશામાં રાખવાની માન્યતા છે.

4. ચાંદીનું વાસણ

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને માખણ અર્પણ કરવા માટે નાનું ચાંદીનું વાસણ (Silver Utensil) લાવી શકાય છે. પૂજા બાદ તેને તિજોરી અથવા કેશ બોક્સમાં રાખવાની પરંપરા કેટલાક લોકોમાં જોવા મળે છે. માન્યતા અનુસાર, આ સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

5. વૈજયંતી માળા

વૈજયંતી માળા (Vaijayanti Mala)ને વિજય અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમી પર આ માળા લાડુ ગોપાલને અર્પણ કરીને ત્યારબાદ પૂજા સ્થાન અથવા વ્યવસાયના મુખ્ય સ્થળે રાખી શકાય છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે. GSTV તેની પુષ્ટિ કરતું નથી. આ ઉપાયો માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.