Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Rules for Shop: These Small Mistakes Can Cause Losses in Business!

દુકાન માટેના વાસ્તુ નિયમો: આ નાની ભૂલો બની શકે છે વ્યવસાયમાં નુકસાનનું કારણ!

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
દુકાન માટેના વાસ્તુ નિયમો: આ નાની ભૂલો બની શકે છે વ્યવસાયમાં નુકસાનનું કારણ!
સોર્સ : gstv

બજારમાં અલગ-અલગ વસ્તુઓ વેચતી અનેક દુકાનો જોવા મળે છે. દરેક દુકાનની પોતાની આગવી ઓળખ અને વ્યવસાય હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમો તમામ પ્રકારની દુકાનો માટે સમાન રીતે લાગુ પડે છે.

App Store

જો તમારી દુકાનમાં વાસ્તુ અનુસાર ગોઠવણ હોય, તો ધંધામાં સતત પ્રગતિ થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર રહે છે. ચાલો જાણીએ દુકાન માટેના કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો:

 દુકાનનું પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ?

દુકાનનું પ્રવેશદ્વાર એ સૌથી પહેલું સ્થાન છે જ્યાં ગ્રાહકની નજર પડે છે અને ત્યાંથી જ ઊર્જાનો પ્રવેશ થાય છે.

શુભ દિશાઓ (પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ)

પૂર્વ દિશા: પૂર્વ તરફ મુખ ધરાવતી દુકાન વ્યવસાય માટે અત્યંત શુભ અને નફાકારક માનવામાં આવે છે.

ઉત્તર દિશા: ઉત્તર દિશામાં પ્રવેશદ્વાર હોવાથી દુકાનમાં ધન-સંપત્તિ વધે છે તેમજ બજારમાં નામ અને પ્રતિષ્ઠા ચમકે છે.

ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ): આ દિશા સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોવાથી ગ્રાહકોની અવરજવર વધારે છે.

અશુભ દિશાઓ (પશ્ચિમ અને દક્ષિણ)

પશ્ચિમ દિશા: જો પ્રવેશદ્વાર પશ્ચિમમાં હશે, તો વ્યવસાયમાં અસ્થિરતા રહેશે—ક્યારેક ઘણો ફાયદો થશે તો ક્યારેક અચાનક મોટું નુકસાન થઈ શકે છે.

દક્ષિણ દિશા: દક્ષિણ દિશામાં મુખ્ય દ્વાર હોવું વાસ્તુ મુજબ યોગ્ય નથી. આનાથી ધંધો કીડીની ઝડપે ધીમો ચાલે છે અને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

દુકાનમાં પ્રવેશ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખો

સવારે જ્યારે તમે દુકાન ખોલવા જાઓ, ત્યારે તમારાં જૂતા-ચંપલ મુખ્ય પ્રવેશદ્વારથી થોડાં દૂર કે બાજુ પર ઉતારો.

દુકાનની અંદર પ્રવેશ કરતી વખતે પહેલાં જમણો પગ આગળ મૂકીને જમીનને સ્પર્શ કરો. આ આદતથી મન પ્રસન્ન રહે છે અને ધંધામાં બરકત આવે છે.

દુકાનદારે બેસવાની સાચી દિશા કઈ?

દુકાનદાર કે માલિક જે દિશામાં મુખ રાખીને બેસે છે, તેની સીધી અસર વેપાર પર પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનદારે હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ.

ઉત્તર દિશા એ ધનના દેવતા ભગવાન કુબેરની દિશા ગણાય છે.

આ દિશા તરફ મોં રાખીને બેસવાથી કુબેર દેવના આશીર્વાદ જળવાઈ રહે છે અને ક્યારેય નાણાકીય અછત સર્જાતી નથી.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.