Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : There is a shortage of petrol and diesel in many districts including Khambhaliya

VIDEO: ખંભાળિયા સહિત અનેક પંથકમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટતાં હાહાકાર; લોકો એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથક સહિત અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી જતા ખેડૂતો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવતાં ખેતીકામની તૈયારીઓ તેજ બની છે, પરંતુ ટ્રેક્ટર અને કૃષિ સાધનો ચલાવવા માટે જરૂરી ડીઝલ ન મળતા ખેડૂતોમાં ચિંતા, રોષ અને નિરાશાનું માહોલ જોવા મળી રહ્યું છે. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ સમાપ્ત થઈ જતા લોકો એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાવા મજબૂર બન્યા છે. જ્યાં ડીઝલ ઉપલબ્ધ થાય છે ત્યાં લાંબી કતારો લાગી રહી છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

App Store

ખેડૂતોનું કહેવું છે કે ખેતીકામ માટે સમયસર ડીઝલ ન મળતા કામગીરી પર સીધી અસર પડી રહી છે અને સમય તેમજ મહેનત બંને બગડી રહ્યા છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે ડીઝલની માંગમાં ભારે વધારો થયો છે, જ્યારે ઉપરથી મર્યાદિત પુરવઠો મળતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ખેડૂતો અને સ્થાનિક લોકોએ જિલ્લામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે.