Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Salaya cargo ship sinks in Oman sea, 2 Indian sailors killed, 12 rescued

VIDEO: સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, બે ભારતીય ખલાસીઓનાં મોત, 12નો બચાવ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકાના સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી જતાં બે ભારતીય ખલાસીઓના કરુણ મોત થયા છે. સલાયાનું મહેબૂબ-એ-બુખારી નામનું જહાજ ખરાબ હવામાનના કારણે મુશ્કેલીમાં મુકાયું હતું, જેમાં બંને મુખ્ય એન્જિન બંધ પડતાં દરિયાનું પાણી જહાજમાં ઘૂસી ગયું હતું. જહાજમાં સવાર 14માંથી 12 ભારતીય ખલાસીઓનો સફળ બચાવ કરવામાં આવ્યો હતો.

App Store

મૃતકોની ઓળખ ગાંધર યાસીન નૂરમામદ અને ભાયા ઇમરાન ઇશાક તરીકે કરવામાં આવી છે. ઓમાની નેવી અને નજીકના જહાજોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી કરી હતી. બચાવાયેલા ખલાસીઓ અને બંને મૃતદેહોને ઓમાન પહોંચાડવામાં આવ્યા છે. આ જહાજ 3 જુલાઈના રોજ દુબઈથી જિબૂતી માટે માલસામાન લઈને રવાના થયું હતું.