VIDEO: બે કરોડથી વધુનું વીજ બિલ બાકી રહેતા પાલિકાની લાપરવાહી સામે ઉઠયા સવાલો
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 'એ' ગ્રેડ કક્ષાની જામ ખંભાળીયા નગરપાલિકા કરજદાર બની ગઈ હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ વિભાગના વીજ બિલ પેટે રૂપિયા ૨ કરોડ ૫ લાખથી વધુની રકમ લાંબા સમયથી ભરવામાં આવી નથી. પીજીવીસીએલ દ્વારા અવારનવાર નોટિસો આપવા છતાં બિલ ન ભરાતા તંત્રની મોટી બેદરકારી ઉજાગર થઈ છે. મસમોટા તાયફાઓ કરતી નગરપાલિકાની આ લાપરવાહીના કારણે હવે આગામી દિવસોમાં શહેરીજનોને સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની સુવિધાઓથી વંચિત રહેવું પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. નાગરિકો નિયમિત વેરા ભરતા હોવા છતાં પાલિકાની અદૂરદર્શી નીતિના કારણે પ્રજાએ હાલાકી વેઠવાનો વારો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

