Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : More than 100 crore bin trading scam in Surendranagar: Illegal network was running from the house of a policeman!

VIDEO: સુરેન્દ્રનગરમાં ૧૦૦ કરોડથી વધુનું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ: પોલીસકર્મીના ઘરથી ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક!

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ઝડપાયેલા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કેસમાં પોલીસકર્મી સંજયસિંહ રાઠોડના ઘરેથી નેટવર્ક ચાલતું હોવાનો ધડાકો થતાં તપાસ અત્યંત તેજ બની છે. જેતપુર પોલીસની દરોડા દરમિયાન ૧૦ લેપટોપ અને ૨૭ ડાયરીઓમાંથી દેશભરના બ્રોકરો સાથે જોડાયેલા રૂ. ૧૦૦ કરોડથી વધુના આર્થિક લેવડદેવડના ચોંકાવનારા હિસાબો મળી આવ્યા છે. આ ગેરકાયદે સટ્ટાકીય રમતમાં હાર-જીતની મસમોટી રકમો આંગડિયા પેઢીઓ મારફતે મેળવવામાં આવતી હોવાનું સામે આવતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડની ગંભીરતાને જોતાં આ કેસમાં ટૂંક સમયમાં જ ઈડી, સેબી તેમજ આવક કરતાં વધુ સંપત્તિના મામલે એસીબી દ્વારા પણ કાયદાકીય શિકંજો કસવામાં આવશે. આ મસમોટા આર્થિક કૌભાંડના પડઘા પડતાં સુરેન્દ્રનગર પોલીસ બેડામાં મોટાપાયે ફેરફારો થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News