VIDEO: ઓખા નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરાયા
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ રહ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તથા કાર્યકરો ઉત્સાહ સાથે દ્વારકા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઓખા નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ભાજપે તમામ 36 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ અને આપ પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે વિકાસના મુદ્દે તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

