VIDEO: ઓખા ખાતે બે દાયકાની સેવા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ‘મીરા બહેન’નું ડિકમિશનિંગ કરાયું
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર ખાતે બે દાયકાથી વધુ સમયની દેશસેવા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ મીરા બહેનને સન્માનપૂર્વક નિવૃત્ત કરવામાં આવ્યું છે. સૂર્યાસ્ત સમયે યોજાયેલા ભવ્ય ગૌરવપૂર્ણ સમારોહમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કોસ્ટ ગાર્ડ એન્સાઇન અને ડિકમિશનિંગ પેનન્ટ નીચે ઉતારી જહાજને સત્તાવાર વિદાય આપવામાં આવી હતી. ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત અને મહાત્મા ગાંધીના શિષ્યા મીરાબહેનના નામે ઓળખાતું આ જહાજ તેની ઝડપ અને ક્ષમતા માટે પ્રખ્યાત હતું. DIG મનજીત સિંહ ગિલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સૈન્ય અને નાગરિક ક્ષેત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી દેશની દરિયાઈ સુરક્ષામાં જહાજ અને તેના ક્રૂના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.

