VIDEO: ઓખા બેટ દ્વારકા દરિયામાં લોકોના જીવન સાથે ચેડાં
સોર્સ : gstv
ઓખા-બેટ દ્વારકા વચ્ચે દરિયામાં લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. ત્રણ નંબરનું સિગ્નલ જારી હોવા છતાં અમુક નફાખોરો તંત્રની સૂચનાઓની અવગણના કરી પેસેન્જર બોટ દરિયામાં ઉતારી રહ્યા છે….ઓખા બંદરે બે દિવસથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી વાતાવરણ અને સામાન્ય કરતાં વધુ ઝડપી પવન વચ્ચે પણ પેસેન્જર ભરીને બોટ ચલાવવાનો વીડિયો વાયરલ થયો છે.આ પરિસ્થિતિમાં તંત્રની મીલીભગત હોય કે ઘોર નિંદ્રા, તેની ચર્ચા સ્થાનિકોમાં જોરશોરથી થઈ રહી છે. કાયદાનું પાલન કેમ નથી થતું તેવો સવાલ ઉઠી રહ્યો છે

