VIDEO: 'ઓખા મંડળના ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવો', પાલ આંબલિયાનો મુખ્યમંત્રીને પત્ર
સોર્સ : gstv
ચારણ દેવરામ વાલાના જબરજસ્તી ઉપવાસ તોડાવવા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે બોર્ડે 58 વખત મુલાકાત લીધી છતાં નક્કર પરિણામ કેમ ન આવ્યું? પત્રમાં આક્ષેપ કરાયો છે કે 8 મુખ્ય વિભાગોની બનેલી કમિટીએ મુલાકાત લીધાના ત્રણ મહિના વીત્યા હોવા છતાં રિપોર્ટ કેમ તૈયાર નથી થયો? આ બાબતે યોગ્ય પગલાં લેવા ખેડૂત આગેવાનો સરકાર સમક્ષ માગ કરી છે.

