દ્વારકાના અખંડ રામધૂન મંદિરમાં 58 વર્ષથી અવિરત ગુંજી રહ્યો છે રામ નામનો મંત્ર
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારકા ખાતે આવેલ અખંડ રામધૂન મંદિર જ્યાં છેલ્લા 58 વર્ષથી અવિરત રામધુન ચાલી રહી છે 59 મા વર્ષ અખંડ રામધૂન પ્રવેશી છે વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ,અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધુન બંધ થઈ નથી અખંડ રામધૂન મંદિરમાં દાન પેટી મૂકવામાં આવી નથી તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવેલ નથી કારણ કે ગુરુ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવી રાખવા અઘરું હોય છે માટે માત્ર છાયા ચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે અખંડ રામધૂન મંદિરની સ્થાપના 12/12/1967 ના રોજ કરવામાં આવી હતી જેનું આજે 21,415 મો દિવસ છે જ્યાં રામભક્તો અલગ અલગ શિફ્ટમા રામધૂન માટે સેવા આપી રહ્યા છે આજે ગુરુપૂર્ણિમા નિમિતે મહા આરતી સાથે નગરકીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું છે..

