VIDEO: ચરકલા-મીઠાપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બોલેરો ડ્રાઇવર પુંજાભા કેર સામે ગુનો દાખલ
સોર્સ : gstv
દ્વારકાના ચરકલા-મીઠાપુર રોડ પર નંદી મિલ નજીક એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાયબ કલેક્ટરની પૂરઝડપે દોડતી બોલેરો ગાડીએ એક્ટિવાચાલક ખેડૂતને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આશરે ૨૦ ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઈજાગ્રસ્ત ખેડૂત યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે માહિતી મળતાં જ દ્વારકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એક્ટિવાચાલકને અડફેટે લેનાર બોલેરો ગાડીના ચાલક પુંજાભા કેર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

