Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Farmers turn tractor over helpless, groundnut standing crop in case of drought in Dwarka

VIDEO: દ્વારકામાં દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતો લાચાર, મગફળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સરકારી તંત્ર ઉજવણીઓમાં વ્યસ્ત છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દ્વારકાના ટુપણી ગામે વરસાદ ખેંચાતાં વધુ એક ખેડૂતે કાળજે પથ્થર રાખીને મગફળીના ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. સારા વરસાદની અપેક્ષાએ વાવણી કરાઈ હતી, પરંતુ લાંબા વિરામ બાદ પાક સુકાવા લાગતાં આ નીવડેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે. બિયારણ અને ખાતર પાછળ થયેલો લાખો રૂપિયાનો ખર્ચ માટીમાં ભળી જતાં જગતનો તાત ભારે આર્થિક સંકટમાં મુકાયો છે. અગાઉ પણ દ્વારકા જિલ્લાના લાલુકા, ચંદ્રાવાડા અને ભોગાત ગામોમાંથી આવા જ કાળજું કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. સતત નિષ્ફળ જઈ રહેલા પાકને કારણે હવે લાચાર ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક રાહત અને આર્થિક સહાયની ગુહાર લગાવી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News