દ્વારકામાં પાણીનો પોકાર, સરકાર સામે AAPનો પ્રહાર
સોર્સ : Dhaval barot
અમદાવાદ :- દ્વારકામાં પાણી મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર
દ્વારકા જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે સૌની યોજના હેઠળ ખેડૂતો માટે એક દિવસ પાણી છોડવામાં આવ્યું અને બીજા જ દિવસે પાણી બંધ કરી દેવાયું. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “ખેડૂતોની મજાક કરતા ભાજપ સરકારને શરમ નથી આવતી?”
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે, ખેડૂતોની મજાક કરવા માટે નહીં. તેમણે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિનો તાગ લેવા માંગ કરી.

