દ્વારકાના ભાણવડમાં હોટેલ રવિરાજ પાસે આવેલા હરસિધ્ધિ પેટ્રોલ પંપ પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા છે. સંચાલકો ડીઝલ સાથે ફરજિયાતપણે ડબલ ભાવે ઓઈલ વેચી નફાખોરી કરી રહ્યા છે. ખેડૂતોની આ મજબૂરીનો લાભ લેતા આ પંપ સામે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે.