Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Dwarkadhish Gives Wisdom to Agriculture Minister and Government: Women Farmers

VIDEO: દ્વારકાધીશ કૃષિમંત્રી અને સરકારને સદબુદ્ધી આપે: મહિલા ખેડૂત

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આ લડતમાં હંજડાપર ગામની મહિલાઓ જોડાઈ છે અને ૧૩ ફૂટની વિશાળ રાખડી તૈયાર કરી છે. રક્ષાબંધને આ રાખડી દ્વારકાધીશને અર્પણ કરી સરકાર તથા કૃષિમંત્રીને સદબુદ્ધિ  મળે તેવી પ્રાર્થના કરાશે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના નિવેદનથી નારાજ મહિલાઓએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, જો બધું દ્વારકાધીશ જ સંભાળવાના હોય, તો સરકારની શી જરૂર?  ગત ૨૧ તારીખે પણ ખેડૂતોએ પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બહેનોએ સૌની યોજના હેઠળ તમામ ડેમ ભરવા અને પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News