VIDEO: દેવભૂમિ દ્વારકા: પ્રસુતા અને નવજાત બાળકના મોતથી આક્રોશ
સોર્સ : gstv
જામ ખંભાળીયાની ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને નવજાત બાળકના મોત બાદ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં હોસ્પિટલની ગંભીર કામગીરી અને અનેક ખામીઓ હોવાના આક્ષેપો કરાયા છે. પરિવારજનો દ્વારા પ્રસુતિ વિભાગમાં તપાસ કરવામાં આવતા મહિલાને આપવામાં આવેલી કેટલીક દવાઓ અને ઈન્જેક્શન એક્સપાયરી થયેલા હોવાનો ચોંકાવનારો દાવો કરાયો છે. હોસ્પિટલમાં અનેક ખામીઓ હોવા છતાં ડિલિવરી કરવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રોશનો માહોલ ફેલાયો છે. આ કરુણ ઘટના અંગે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીને તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

