VIDEO: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ, ખેડૂતોની હાલત કફોડી
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા રિસાઈ જતા જગતનો તાત અને પશુપાલકો ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6 ટકા જેટલો વરસાદ નોંધાતા જિલ્લામાં 94 ટકા જેટલા વરસાદની ઘટ વર્તાઇ રહી છે ત્યારે જિલ્લામાં દુષ્કાળના ડાકલા હાલ વાગી રહ્યા છે. વરસાદના અભાવે કૂવા-બોર પણ તળિયા ઝાટક બન્યા છે, ખેતરોમાં રહેલો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારા તથા પીવાના પાણીનું ગંભીર સંકટ હાલ ઉભું થયું છે ધરતીપુત્રોને હવે 1987 દુષ્કાળનો ડર સતાવી રહ્યો છે જગતનો તાત હવે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે..

