Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Farmers held a unique protest in Devbhoomi Dwarka district

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ મોં પર હાથ રાખી કર્યો અનોખો વિરોધ, આ મુદ્દાઓ પર સરકાર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો દ્વારા બે અલગ અલગ સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસના સમર્થનથી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતો મોં પર હાથ રાખી સરકાર સામે મૌન પ્રહાર કરતા જોવા મળ્યા હતા. ચૂર, ચપ્પર, રાજપરા અને કાનપર શેરડી ગામના ખેડૂતોએ મહાકાય કંપનીના સૂચિત સબ સ્ટેશન સામે વિરોધ નોંધાવ્યો છે.

App Store

ખેડૂતોનું કહેવું છે કે સબ સ્ટેશન બનશે તો જમીન અને આજીવિકા ગુમાવવાનો ભય છે. બીજી તરફ નેશનલ હાઇવે પર 10 ગામોને જોડતો રસ્તો બંધ કરાતા ખેડૂતોને વાડી સુધી પહોંચવા 8થી 10 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. બંને મુદ્દે ખેડૂતો દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા અને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.