Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Devbhoomi Dwarka: Farmers protest over sub-station and divider issue

VIDEO: દેવભૂમિ દ્વારકા: સબ-સ્ટેશન અને ડિવાઇડર મુદ્દે ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ બે મુખ્ય માંગણીઓ સાથે ભારે વિરોધ દર્શાવ્યો છે. ચૂર, ચપ્પર, રાજપરા, કાનપર અને શેરડી ગામોની સીમમાં સંભવિત સબ-સ્ટેશન માટે ૨૦૦ થી ૩૦૦ વીઘા ફળદ્રુપ જમીનનો સર્વે થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સાની અને ભાળથરી ડેમ વચ્ચે આવેલી આ મર્યાદિત ફળદ્રુપ જમીન અગાઉ સંપાદન થઈ ચૂકી હોવાથી વધુ જમીન ગુમાવવાનો ભય છે. આ ઉપરાંત, સબ-સ્ટેશન બાદ ૨૨૦ KV થી ૭૬૫ KV ની વીજ લાઈનો પસાર થવાથી આસપાસના ૧૦ થી ૧૫ ગામોની ખેતી પર સીધી વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, વાહનવ્યવહારની સરળતા માટે હંજડાપર પાટીયા ખાતે ડિવાઈડરમાં ઓપનિંગ આપવાની માગ સાથે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

App Store