VIDEO: આરએસપીએલ કર્મચારીઓના નામ મતદાર યાદીમાં ઉમેરવાના આક્ષેપથી ગામમાં વિવાદ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામે મતદાર યાદી મુદ્દે વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયત દ્વારા અરજી કરી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કાયમી રહેવાસી ન હોય તેવા લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરજીમાં RSPL કંપનીના કેટલાક કર્મચારીઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. ગ્રામજનો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આક્ષેપ કરી SDM, મામલતદાર અને ચૂંટણી અધિકારીને તપાસની માંગ કરાઈ છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
#Dwarka #Kuranga #DevbhumiDwarka #RSPL #VoterList #GujaratNews #Election #GujaratPolitics #VillageNews #BreakingNews #LocalNews

