Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hearing in the High Court on the issue of the death of cleaning workers

VIDEO: સફાઈ કર્મચારીઓના મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓના મોત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.  સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે U.N. મહેતા હોસ્પિટલમાં બનેલી તાજેતરની દુર્ઘટનાનો મુદ્દો ચીફ જસ્ટિસના ધ્યાન પર મૂક્યો. રજૂઆતમાં જણાવાયું કે હોસ્પિટલના ડ્રેનેજમાં ઉતારવામાં આવેલા ત્રણ સફાઈ કર્મચારીઓમાંથી એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા FIR પણ નોંધવામાં આવી હોવાનું કોર્ટને જણાવાયું. અરજદારે દલીલ કરી કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કોઈપણ સલામતી વગર સફાઈ કર્મચારીઓને ભૂર્ગભ ગટરમાં ઉતારવામાં આવે છે. કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. હાઈકોર્ટે રજૂ થયેલા મુદ્દાઓની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.

App Store