VIDEO: મગફળીનો પાક સુકાતા ખેડૂતોને મોટું નુકસાન, સરકાર પાસે રાહતની માંગ ઉઠી
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસું પૂર્ણ થવાના આરે હોવા છતાં માત્ર 6 ટકા જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જામ ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ અને ઓખામંડળ તાલુકામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ વરસાદની અછતથી અનેક ખેતરોમાં ઉભો પાક સુકાઈ ગયો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, દવા અને ખાતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ પૂરતો વરસાદ ન મળતા મહેનત એળે ગઈ છે. કેટલાક ખેડૂતોએ સુકાઈ ગયેલા પાકમાં ટ્રેક્ટર ફેરવવાની ફરજ પડી છે. બોર અને કૂવાના પાણી પણ ખૂટી રહ્યા છે. ખેડૂતો હવે જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી પાક નુકસાનીનું વળતર, રાહત અને દેવા માફીની માંગ કરી રહ્યા છે.

