Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Big loss to farmer due to lack of rain in Tupani village of Dwarka

VIDEO: દ્વારકાના ટુપણી ગામે વરસાદની અછતને કારણે ખેડૂતને મોટું નુક્સાન, મગફળીના ઉભા પાકમાં ફેરવ્યું ટ્રેક્ટર

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દ્વારકા જિલ્લાના ટુપણી ગામે વરસાદની અછતને કારણે મગફળીનો ઉભો પાક સુકાઈ જતાં ખેડૂતે કાળજે પથ્થર રાખીને પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે. ખેડૂતે વરસાદની આશાએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતો વરસાદ ન પડતાં પાકને નુકસાન થયું છે.

App Store

સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા

મગફળીનો પાક બચાવવાની આશા ધૂંધળી બનતા ખેડૂતને આખરે ઉભા પાકનો નાશ કરવાની ફરજ પડી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ, મગફળીના બિયારણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો અને પાક માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી હતી. જોકે, વરસાદ ન થતાં સમગ્ર મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે. ટુપણી ગામની આ ઘટના ખેડૂતોની મુશ્કેલી દર્શાવે છે. વરસાદની રાહ જોઈને વાવેતર કરનારા ખેડૂતો માટે સમયસર વરસાદ ન પડવો મોટો પડકાર બન્યો છે. પાક સુકાઈ જતાં હવે ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

અગાઉ પણ દ્વારકા જિલ્લાના લાલુકા, ચંદ્રાવાડા અને ભોગાત સહિતના ગામોમાં વરસાદના અભાવે મગફળીનો પાક સુકાઈ જતાં ખેડૂતોએ ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું હતું. સતત વરસાદની અછતને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે તેની ચિંતા સતાવી રહી છે. હવે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે, જેથી પાક નિષ્ફળ જવાથી સર્જાયેલી આર્થિક મુશ્કેલીમાં ખેડૂતોને રાહત મળી શકે.