VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક સહાયની માગ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે મોઢું ફેરવી લેતા જગતના તાતની હાલત કફોડી બની છે... ચાલુ વર્ષે નહિવત વરસાદ વચ્ચે ખેડૂતોએ હિંમત કરીને ખરીફ પાકનું વાવેતર તો કર્યું, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે... GSTVના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં દ્વારકા તાલુકાના ગઢેચી ગામની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે... જ્યાં ખેતરોમાં લહેરાવા જોઈતા મગફળીના પાકને હવે જીવનદાન માટે વરસાદની એક-એક બુંદની રાહ છે... ત્યારે ખેડૂતો સરકાર પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે...

