VIDEO: સલાયામાં ₹76 કરોડના ખર્ચે બનશે નવો બંધારો: 11 ગામોને મળશે મીઠું પાણી, ખારાશ અટકશે
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારો માટે વર્ષો જૂની માંગ પૂર્ણ થવા જઈ રહી છે. રાજ્ય સરકારે 76 કરોડના ખર્ચે ‘સલાયા ન્યુ બંધારા યોજના’ને મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. ક્ષાર નિયંત્રણ વિભાગ દ્વારા 18 મહિનામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી 11 ગામોના 40 હજાર લોકોને પીવાનું પાણી મળશે તથા કૂવા-બોર રિચાર્જ થશે. ઘી અને તેલી નદીનું દરિયામાં વહી જતું 92 MCFT મીઠું પાણી સંગ્રહિત થતાં જમીનમાં ખારાશ અટકશે. 9 મીટર ઊંચાઈ ધરાવતા આ બંધારાથી 298 હેક્ટરમાં જળસ્ત્રાવ વિસ્તાર બનશે. વિશેષ વાત એ છે કે, અગાઉના ડેમની સરખામણીએ આ પ્રોજેક્ટમાં કોઈ ખાનગી કે વન વિભાગની જમીન સંપાદિત કરવાની ન હોવાથી કાનૂની અડચણ વગર કામ ઝડપથી થશે, જે સ્થાનિક રોજગારી માટે પણ આશીર્વાદરૂપ બનશે.

