Video: લાખોના પેકેજવાળી નોકરી છોડીને ગરીબ બાળકોને ભણાવી રહ્યો છે Dangનો આ યુવક
ડાંગ જેવા નાનકડા આદિવાસી જીલ્લામાંથી દિલ્હીમાંથી એન્જિનરિંગ કર્યા બાદ 36 લાખના પેકેજ સાથે જે યુવકને એક સારી કંપની નોકરી મળી હતી. તેણે આ લાખોના પેકેજવાળી નોકરી છોડીને પોતાની માતૃભૂમિમાં આવી હવે અહીં બાળકોને શિક્ષણ આપી રહ્યો છે.
આદિવાસી જીલ્લા ડાંગના છેવાડાના ગામમાં કોઇપણ સુવિધા વગર ગરીબ પરિવારમાં ઉછરેલો યુવક અવિરાજ ચૌધરીએ દિલ્હી IIT માં ટેક્સટાઈલ એન્જિનિયરિંગ કર્યું હતું. તેને કોલકાતાની એક કંપનીમાં વાર્ષિક રૂ.36 લાખના પેકેજની નોકરી મળેવી હતી. જોકે પોતાના વતન માટે કંઈક કરવાની ભાવના સાથે આ યુવક અવિરાજે નોકરી છોડી દીધી અને હાલમાં ડાંગના ગરીબ બાળકોને ભણાવી રહ્યો છે. સાથે UPSCની તૈયારી પણ કરે છે. ડાંગ જીલ્લામાં સાપુતારા નજીક આવેલ પ્રયોષા પ્રતિષ્ઠાનમાં અભ્યાસ કરનાર અવિરાજ આ સંસ્થાના પીપીસ્વામી ને પોતાના આદર્શ માને છે.
પ્રયોષા પ્રતિષ્ઠાન છેલ્લા 25 વર્ષથી ડાંગના બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે. ઉપરાંત તેમને નિશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરે છે. અવિરાજ ડાંગ જિલ્લના અન્ય બાળકોને અભ્યાસમાં મદદ કરવાની સાથે પ્રોત્સાહન આપી રહ્યો છે.

