Video: ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
સોર્સ : gstv
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ જામી ગયું છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેના કારણે પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગિરા નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લાના અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે.
નદીઓમાં વધતા પાણીનું સ્તર: પૂરનું જોખમ
ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગિરા નદીઓમાં વધુ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. વરસાદને કારણે નદીઓનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.
કોઝવે પાણીમાં ગરકાવ
જિલ્લાના અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહનો માટે મુસાફરી જોખમભરી બની છે. આ કોઝવે પર પાણીનું પ્રમાણ વધતાં ઘણા વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે.
છેલ્લા 12 કલાકમાં વરસાદનું પ્રમાણ
- આહવા : 4 ઇંચ
- વઘઇ ; 3 ઇંચ
- સુબીર ; 2.60 ઇંચ
- સાપુતારા : 5.5 ઇંચ
આ વરસાદને કારણે જિલ્લાના જંગલી વિસ્તારો અને પર્યટન સ્થળો જેમ કે સાપુતારા પર પણ વરસાદી માહોલ જામ્યો છે. ગિરધોધનું રૌદ્ર સ્વરૂપ હાલ વીકએન્ડમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

