Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : VIDEO/ DANG: Inter-state burglar who committed 22 crimes in 3 states arrested

VIDEO/ DANG: ૩ રાજ્યોમાં ૨૨ ગુના આચરનાર આંતરરાજ્ય ઘરફોડ ચોર મુદ્દામાલ સાથે ગિરફ્તાર

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાંગ જિલ્લાની એલસીબીએ ચામઠા ગેંગના મુખ્ય સૂત્રધારને વાપી રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો છે. આરોપી સંદીપ ઉર્ફે અર્થવેદ રાઠોડ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાવનો રહેવાસી છે. ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કુલ 22 ઘરફોડ ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 19 ચોરીના મામલામાં 7 વર્ષથી ફરાર હતો. એલસીબીની 4 અલગ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. સાપુતારા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ૩ ચોરીના કેસ નોંધાયેલા છે. આરોપી પાસેથી 6 હજાર 300 રોકડ અને કુલ 26 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વધુ તપાસ જારી છે.

App Store
ટોપિક્સ:DANGDANG NEWSLCBcrime news