VIDEO : Dangના વાતાવરણમાં અચાનક પલટો, ગિરી કંદરાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના સાપુતારામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગિરી કંદરાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. ભર ઉનાળામાં ઠંડા અને કૂલ માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં શીતલહેર પ્રસરી જતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. સાપુતારામાં સવારે તાપમાન 23 ડિગ્રી સુધી નોંધાતા ઠંડીનો અહેસાસ થયો હતો. ધુમ્મસભર્યા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. બદલાયેલા મોસમને કારણે સાપુતારા હિલ સ્ટેશન પર ફરી એકવાર પર્યટકોની ભારે અવરજવર જોવા મળી રહી છે.

