VIDEO: Dangના વઘઈમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સત્તા માટે ખેંચતાણ, ભાજપના 2 સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાથી ખળભળાટ
સોર્સ : GSTV
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 8 બેઠક ભાજપ અને 8 બેઠક કોંગ્રેસે જીતતા તાલુકા પંચાયત ટાઇ થઈ છે. જેને રાજકીય ગરમાવો વધી ગયો છે. બંને પક્ષોએ પોતાના વિજેતા સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ડાંગ કોંગ્રેસના નેતા મંગલ ગાવિતે પોતાના સભ્યોના મોબાઇલ બંધ કરાવ્યા હોવાની ચર્ચા છે. સૂત્રો મુજબ ભાજપના બે સભ્યો મંગલ ગાવિતના સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ભાજપ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે વઘઈ તાલુકા પંચાયત અંતે ભાજપના કબજામાં જશે. હવે ચૂંટણી આયોગ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ જાહેર થશે. જો ત્યાં પણ ટાઇ થાય તો પંચાયત ધારા મુજબ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

