Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Vanarraj came to Vaghai to learn population census

VIDEO: વઘઈમાં વસ્તી ગણતરી શીખવા આવ્યા વાનરરાજ! શિક્ષકો વચ્ચે અણધાર્યા મહેમાનની એન્ટ્રીથી હાસ્યનું મોજું

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ચાલી રહેલી વસ્તી ગણતરીની તાલીમમાં એક અણધાર્યો મહેમાન આવી ચડતા ભારે કુતૂહલ સર્જાયું હતું. વઘઈ તાલીમ ભવનમાં ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન અચાનક એક કપિરાજ હોલની અંદર આવી પહોંચ્યો હતો. તાલીમમાં વ્યસ્ત શિક્ષકોની વચ્ચે વાંદરાના આગમનથી થોડીવાર માટે ગંભીર વાતાવરણ હળવું થઈ ગયું હતું અને શિક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ કપિરાજ આશરે ૫ મિનિટ સુધી શિક્ષકોની વચ્ચે રહ્યો અને ત્યારબાદ શાંતિથી હોલમાંથી બહાર નીકળીને નજીકના જંગલમાં જતો રહ્યો હતો. વઘઈ માધ્યમિક શાળાના શિક્ષક ગૌરાંગ પટેલે આ ઘટનાનો વીડિયો તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

App Store