Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Security wall collapses on Saputara-Malegam National Highway in Dang!

VIDEO: ડાંગમાં સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે પર સુરક્ષા દિવાલ તૂટી પડી!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે તારાજી સર્જાઈ છે. ઘાટ વિસ્તારના તીવ્ર વળાંક અને ઊંડી ખીણ પાસે આવેલી સુરક્ષા દિવાલ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં તૂટી પડી છે. સુરક્ષા દિવાલ ધરાશાયી થવાથી હાઈવેનો એક તરફનો માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે, જેનાથી વાહનચાલકો પર ભારે અકસ્માતનું સંકટ મંડરાઈ રહ્યું છે. વીકેન્ડ દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓનો ઘોડાપૂર ધસારો રહેતો હોવાથી આ ક્ષતિગ્રસ્ત માર્ગ પર વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે. જાનમાલનું નુકસાન અટકાવવા માટે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ દિવાલનું સમારકામ કરવાની માગણી કરવામાં આવી છે..

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News