Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Celebration of 'Tera Parva' symbol of nature and agricultural culture by tribal community in Dang

VIDEO: ડાંગમાં આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિ અને કૃષિ સંસ્કૃતિના પ્રતિક ‘તેરા પર્વ’ની ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ અને કૃષિ સાથે ગાઢ રીતે જોડાયેલા પરંપરાગત ‘તેરા પર્વ’ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ઘનઘોર જંગલો અને હરિયાળા ડુંગરો વચ્ચે વસેલા ગામોમાં પરંપરા અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વર્ષનો પ્રથમ અને સૌથી મહત્વનો ગણાતો આ તહેવાર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ નવા કૃષિ વર્ષની શરૂઆતનું પ્રતિક છે. આ દિવસે આદિવાસી સમાજના લોકો ગામની સીમા પર આવેલા વાઘદેવના સ્થાનક પર ભેગા થાય છે અને પરંપરાગત રીત-રિવાજ મુજબ પૂજા-અર્ચના કરીને સારા વરસાદ, સમૃદ્ધ ખેતી, પશુધનની સુરક્ષા તથા ગામની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.પૂજાવિધિ પૂર્ણ થયા બાદ ખેડૂતો ખેતરોમાં ધાનની રોપણીની શુભ શરૂઆત કરે છે. આ પર્વ તેમના માટે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અનમોલ અવસર છે.

App Store