video: ડાંગમાં ગેરકાયદેસર રિસોર્ટ-ટેન્ટ હાઉસ સામે કાર્યવાહી
સોર્સ : gstv
ડાંગમાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિ વચ્ચે રહેવા અને થોડો સમય પસાર કરવા માટે દુરદુરથી પ્રવાસીઓ ગિરિમથક સાપુતારા આવતા હોય છે. આ સમયે કેટલાક લોકોએ પ્રવાસીઓ પાસેથી કમાણી કરવા માટે સાપુતારા આસપાસ તળેટી વિસ્તારમાં ટેન્ટ હાઉસ, રિસોર્ટ, હોટલ, ધાબા બનાવી દીધા છે, ડાંગના એક જાગૃત નાગરિકે આવા બાંધકામો અને ગેમઝોન ને લઈને સરકારના સ્વાગત કાર્યક્રમમાં સવાલ ઉઠાવ્યા હતા.
જિલ્લામાં ગેરકાયદેસર રિસોર્ટ અને ટેન્ટ હાઉસ પર કાર્યવાહી કરતા કલેકટરે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા, તપાસ દરમિયાન જિલ્લામાં કુલ 63 જેટલા બાંધકામો ગેરકાયદેસર જણાઈ આવતા સરપંચોને સીલ કરવા સૂચના આપી છે. અધિકારીએ આવા ટેન્ટ હાઉસ, ધાબા અથવા બાંધકામ વિરુદ્ધ જેતે પંચાયતના સરપંચોને તાત્કાલિક કાર્યવાહી કરી સીલ કરવાં જણાવ્યું છે.

