VIDEO: ડાંગના ગારખડી સીતાવનમાં મૂર્તિઓ ખંડિત થતા જનઆક્રોશ, કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજાઈ
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગારખડી ગામ નજીકના કુદરતી જંગલ સીતાવન ખાતે અજાણ્યા ઈસમે પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સીતાની મૂર્તિઓને ખંડિત કરતા ભક્તોની લાગણી દુભાઈ છે. આ ઘટનાના વિરોધમાં હિન્દૂ સંગઠનો અને સ્થાનિક આગેવાનો સહિત ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા લોકો રોષ સાથે એકત્ર થયા હતા. શ્રાવણના ત્રીજા સોમવારે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી 'જય શ્રી રામ'ના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. લોકોએ કલેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા મજબૂત કરવા માંગ કરી છે. પોલીસે આ મામલે ૧૦૦ લોકોના નિવેદન લીધા છે અને મૂર્તિઓને એફ.એસ.એલ. રિપોર્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

