VIDEO: ડાંગમાં તળાવમાં ડૂબી વૃદ્ધનું મોત
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના કડમાળના થોરપાડા ગામે તળાવમાં ડૂબી 62 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 10 સપ્ટેમ્બરે બપોરે બળદને નવડાવવા જતા પગ લપસતાં શાંતારામભાઈ સોમાભાઈ ભોયે તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં SDRFની ટીમે બે દિવસ સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી. આજે 12 સપ્ટેમ્બરે સવારે 5 વાગ્યે તળાવમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ ડિઝાસ્ટર મામલતદારને સોંપવામાં આવ્યો છે.

