VIDEO: ડાંગમાં ગેરકાયદેસર બાંધકામ સામે ભૂખ હડતાળ
સોર્સ : gstv
ડાંગમાં 63 બિનઅધિકૃત બાંધકામો અંગે ફરિયાદ બાદ જાગૃત નાગરિક મનીષ મારાકણા કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ પર બેઠા છે. અરજદારનો આક્ષેપ છે કે નોટિસ અને દંડનીય કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ નથી અને રિસોર્ટ, ગેમઝોન તથા એડવેન્ચર પાર્કના કોમર્શિયલ-મનોરંજન ટેક્સ મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. જોકે, “યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે” તેમ મનીષ મારાકણાએ જણાવ્યું છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ 34 બાંધકામોને નોટિસ આપી કલમ 104 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય બિનઅધિકૃત બાંધકામો સામે પણ કાર્યવાહી પ્રગતિમાં હોવાનો અધિકારીએ દાવો કર્યો છે.

