Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Nature thrives on the sixteen arts from the torrential rains in Saputara

VIDEO: સાપુતારામાં ધોધમાર વરસાદથી પ્રકૃતિ સોળ કળાએ ખીલી ઉઠી

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને પગલે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠતાં રમણીય નજારો સર્જાયો છે. ધોધમાર વરસાદથી પર્વતો અને વાંક ચૂંક માર્ગો પર મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરક્ષાના કારણોસર પ્રસિદ્ધ સર્પગંગા તળાવમાં ચાલતી બોટિંગ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. વરસાદી માહોલના કારણે સમગ્ર હિલ સ્ટેશનના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની ઋતુમાં ગિરિમથક સાપુતારા ખાતે શિયાળા જેવો આહલાદક અનુભવ થતાં સૈલાણીઓ મન મૂકીને કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે.

App Store