VIDEO: ડાંગ: સાપુતારામાં નવોદય વિદ્યાલયની નેશનલ એથ્લેટિક્સ મીટનો પ્રારંભ થયો
સોર્સ : gstv
સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને નવોદય વિદ્યાલય સમિતિની નેશનલ એથ્લેટિક્સ મીટ ૨૦૨૬-૨૭નો રંગારંગ પ્રારંભ થયો છે. અમદાવાદ પ્રાદેશિક કચેરી દ્વારા આયોજિત અને સાપુતારા નવોદય વિદ્યાલય દ્વારા યજમાનપદ સંભાળાયેલ આ સ્પર્ધા ૧ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં દેશભરના ૧૦ રિજનની ટીમોના ૭૨૮ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ટ્રેક એન્ડ ફિલ્ડની વિવિધ ઇવેન્ટ્સ યોજાશે, જેના સફળ સંચાલન માટે વિશેષ ટેકનિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.

