Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Grand Monsoon Festival concludes with colourful programmes at Saputara

VIDEO: સાપુતારામાં રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલનું થયું સમાપન

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાપુતારામાં યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલનું રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય સમાપન થયું. સમાપન સમારોહમાં જાણીતા ગીતકાર સાન્ત્વની ત્રિવેદીની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસને અનુરૂપ શિવભજનોની રજૂઆત થતાં પ્રવાસીઓ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ભક્તિ ગીતો બાદ ગરબાની રમઝટ શરૂ થતાં સમગ્ર પંડાલ ગરબાના તાલે ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓએ મન મૂકીને ગરબે રમીને ઉત્સવની મજા માણી હતી. ખાસ વાત એ રહી કે, પ્રવાસન વિભાગના આયોજકો પણ ગરબાની રમઝટમાં જોડાયા હતા. આમ, પ્રકૃતિ, સંગીત અને સંસ્કૃતિના સુંદર સંગમ સાથે સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલનું યાદગાર સમાપન થયું.

App Store