VIDEO: ડાંગના ગીરીમાળા સાપુતારામાં ઝરમર વરસાદ અને ઘન ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદે થોડો વિરામ લીધા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. પર્વતોની ચારેય તરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી વચ્ચે ઝરમર વરસાદ અને ઘન ધુમ્મસ છવાઈ જતાં અત્યંત આહલાદક વાતાવરણ સર્જાયું છે. આગામી મોનસુન ફેસ્ટિવલ પહેલા જ આ ખુશનુમા માહોલનો આનંદ માણવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા દોડી આવ્યા છે. જોકે, અનેક સ્થળોએ ઘન ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને ખૂબ જ ધીમી ગતિએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની વિશેષ અપીલ કરવામાં આવી છે.

