Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Jumping off a tourist boat at Sarpganga Lake in Saputara: SDRF team conducts mock drill

VIDEO: સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસી બોટમાંથી કૂદતા દોડધામ: SDRFની ટીમે યોજી મોકડ્રિલ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સર્પગંગા તળાવમાં વરસાદી હેલી અને ધુમ્મસિયા માહોલ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તળાવમાં નૌકા વિહાર કરી રહેલો એક પ્રવાસી અચાનક બોટમાંથી પાણીમાં કૂદી પડતા બોટિંગ સંચાલકો અને પ્રવાસીઓમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાને પગલે SDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ડૂબતા પ્રવાસીને હેમખેમ બહાર કાઢ્યો હતો. જોકે, પાછળથી જાણવા મળ્યું હતું કે આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ નોટિફાઈડ કચેરી અને ડિઝાસ્ટર SDRF ટીમ દ્વારા યોજાયેલી મોકડ્રિલ હતી. સાપુતારા તળાવમાં કોઈ મોટી દુર્ઘટના સમયે પ્રવાસીઓને ત્વરિત બચાવી શકાય તે માટે જાગૃતિ અર્થે આ મોકડ્રિલનું આયોજન કરાયું હોવાનું સામે આવતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

App Store