Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Heavy rains in Dang cause Gira Falls to form Rodra, entry restricted for tourists

VIDEO: ડાંગમાં ભારે વરસાદથી ગીરા ધોધ રોદ્ર સ્વરૂપે, પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ યથાવત રહેતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા જેવી મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અંબિકા નદી પર આવેલા પ્રખ્યાત ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. નદીઓ અને ધોધના ઉછળતા પાણીને જોતા પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરા ધોધની નજીક જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, આહલાદક વરસાદી માહોલ વચ્ચે ગીરા ધોધની મુલાકાતે પહોંચેલા પ્રવાસીઓએ સુરક્ષિત સ્થળે રહીને ગરબાની રમઝટ બોલાવી કુદરતી સૌંદર્યની મજા માણી હતી.

App Store